ભસ્તા ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો.

 


ભસ્તા ફળિયા પ્રાથમિક શાળામાં માનનીય બાગાયત નિયામકશ્રી નવસારીનાં દિપ્તીબેન ભક્તા મેડમના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો. 

ભસ્તા ફળિયા પ્રાથમિક શાળામાં માનનીય બાગાયત નિયામકશ્રી નવસારીનાં દિપ્તીબેન ભક્તા મેડમના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો. શાળાની વિદ્યાર્થિની દિવ્યાંશી વિકાસભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું  સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. જે ધોરણ -૫ માં અભ્યાસ કરે છે.. તેમને મોટા થઈને શું બનશો? એવું દીપ્તિબેન મેડમ દ્વારા પૂછવામાં આવતાં તેમણે વિના સંકોચે " પત્રકાર " બનીશ એવું કહ્યું હતું. પત્રકાર બનવાનુ કારણ પૂછતાં, તેમણે તેમનાં મોટા પપ્પા જીગ્નેશભાઈ પટેલ કે જેઓ નામાંકિત પત્રકાર છે. તેમનાંથી પ્રેરિત થઈ આ ઉત્તર આપ્યો હતો.


 જેમાં શાળા smc નાં અધ્યક્ષશ્રી અને દૂધ મંડળીના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ,  તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી મોહિનીબેન મુકેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યશ્રી અને નામાંકિત પત્રકાર જીજ્ઞેશભાઈ પટેલ,ખેરગામનાં સી.આર.સી. શ્રીમતી ભાવિકાબેન પટેલ, ગામના આગેવાનો, શાળાનાં શિક્ષકો અને બાળકો હાજર રહી શાળાનાં પ્રવેશોત્સવ પ્રસંગને દિપાવ્યો હતો. 



Post a Comment

Previous Post Next Post