ધોડિયા સમાજનું ગૌરવ
*શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ છેલ્લા 34 વર્ષથી સામાજિક પ્રવૃતિ આદરી દર વર્ષે નવા શિખરો સર કરી સમાજની સરાહના પ્રાપ્ત કરી રહેલ છે. આ વર્ષે LRD, ASI અને PSI ભરતી માટેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તાલીમ અંગેનું આયોજન કરવામાં આવેલ. નિવૃત આર્મીમેન હર્ષદ સર તેમજ મહેશ સર અને તેમની ટીમની મહેનતથી 300 જેટલા તાલીમાર્થીઓની શારીરિક પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા. ત્યારબાદ શ્રી ઉપેશભાઈ તેમજ અન્ય તજજ્ઞો દ્વારા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા. 30-07-2022 ના દિને પરિણામ જાહેર 4 દીકરાઓ સુજીત પટેલ (સાદડવેલ), મીત પટેલ (શેખપુર - મહુવા), ચિરાગ પટેલ (સુરખાઈ), વિરલ પટેલ (સાદડવેલ), અને 3 દીકરીઓ ક્રિષ્ના પટેલ (ચાપલધરા), ક્રિયા પટેલ (ટાંકલ), કિંજલ પટેલ (ઉપસળ) મળી કુલ 7 જેટલા તાલીમાર્થીઓ ઉતીર્ણ થતાં સમગ્ર સમાજમાં આંનદનું મોજું ફરી વળ્યું છે. સાથે 31 જેટલા LRD તાલીમાર્થીઓ ઉતીર્ણ થતાં સમાજનું નામ રોશન કરેલ છે. તા.31-07-2022ની કારોબારીમાં ઉતીર્ણ થયેલ ભાવિ ASI, PSIનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. PI શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી ઉતીર્ણ રહેલ તાલીમાર્થીઓને અભિનંદન તથા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મંડળના વિવિધ હોદ્દેદારોએ પણ તેમનું સન્માન કર્યું હતું.
સુરત જિલ્લાનાં માંડવી તાલુકા ખાતે ફરજ બજાવતા પી.આઈ. શ્રી હેમંતભાઈ પટેલ. તેમનું સમાજનાં વિદ્યાર્થીઓ માટે અગત્યનું યોગદાન રહ્યું છે.
Name :- Meet Rajeshbhai Patel
At & post Shekhpur ta Mahuva Dist Surat
Qualification :- bachelor's in physiotherapy 2018
Other qualification :- post graduate diploma in police science from Rashtriya raksha university gandhinagar 2020
Psi exam pass with 59 number in ST category
નિવૃત આર્મીમેન હર્ષદ સર
Tags
PSI CANDIDATE