દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડાવેરી ખાતે પ્રવેશોત્સવ ઉજવાયો.

 



તારીખ : ૨૫-૦૬-૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનાં સેક્રેટરી તથા GIETના પ્રોડ્યુસર શ્રી મેહુલકુમાર જી.વ્યાસ સાહેબ અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન વ્યાસની ઉપસ્થિતિમાં  દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડાવેરી  ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. 

ગામનાં ૧૪ બાળકોના નામાંકન સામે ૩૧ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શ્રી ડી.બી.પટેલ કાર્યપાલક ઇજનેર નવસારી, બી.આર.સી. શ્રી અમ્રતભાઈ, સી.આર.સી. શ્રી વિજયભાઈ, પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતિ રક્ષાબેન પટેલ જિ.પંના માજી સભ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ એસ.એમ.સી.નાં અધ્યક્ષ અને સભ્યો, ગ્રામપંચાયતના સભ્યો, વાલીઓ, તથા શિક્ષકો અને બાળકોએ હાજરી આપી પ્રસંગને દિપાવ્યો.










Post a Comment

Previous Post Next Post