મારા લાડકવાયા ભૂલકાંઓનો ગરબા રમવાનો ઉત્સાહ કંઈ ઓર હતો. કપડાં ગંદા ન થાય તેની વિશેષ કાળજી લેતાં જોવા મળ્યાં. પોતાના મનગમતાં પોશાકમાં સજ્જ ગરબે ઘૂમવા!!! મજાકમાં જરા કહેવાય ગયું કે આજનો આ કાર્યક્રમ કેન્સલ એટલામાં તો રીતસરની વર્ગમાં ધમાચકડી મચાવી દીધી.....
પણ બાળપણ એ બાળપણ. તોફાન, મસ્તી, રિસાવું, એ જ તો બાળપણ કહેવાય. શિક્ષક તરીકે આ ભૂલકાં જોડે ક્યારે બાળપણમાં ક્યારે સરી જવાય તે જ ખબર પડતી નથી? ગમે તેટલું ટેન્શન હોય પણ આ ભૂલકાંઓના સંગાથે કામ કરતાં વિસરાય જવાય એ ચોક્કસ છે. બપોર પછીના સેશનમાં તેઓ dj ની રમઝટમાં મનભરીને ગરબે ઘૂમ્યા. તેમને રમતાં જોવાથી જે આનંદ મળે તે આપણને બાળપણની યાદ અપાવી જાય!!!!!!
~~~~~~~~~~બાલ દેવો ભવઃ~~~~~~~~~