તારીખ ૨૬-૦૯-૨૦૨૨ થી તા -૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન ધોરણ -૩ વિષય અંગ્રેજીની તાલીમ પાટી પ્રાથમિક શાળામાં યોજાઇ હતી. જેમાં ખેરગામ તાલુકામાં ધોરણ -૩ માં અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષકોએ આ તાલીમમાં ભાગ લીધો હતો.જેમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ બી.આર.સી શ્રી અમ્રતભાઈ પટેલ, તજજ્ઞ મિત્રો શ્રી દિગ્વિજયસિંહ, (ડેબરપાડા પ્રાથમિક શાળા) શ્રીમતિ મનીષાબેન (આછવણી મંદિર ફળિયા પ્રાથમિક શાળા) શ્રી રાહુલભાઇ (તોરણવેરા પ્રાથમિક શાળા) હાજર રહ્યા હતા.
તજજ્ઞ મિત્રો દ્વારા બે દરમ્યાન ધોરણ -૩ અંગ્રેજીના વિષયના તમામ યુનિટનાં ડેમોટ્રેશન દ્વારા સમજ આપી અંગ્રેજી વિષયને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય તેની સમજ આપવામાં આવી. અત્યારે એક માસ અગાઉ તોરણવેરા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫માં નિમણૂક પામેલા શ્રી રાહુલભાઇ જેઓ ptc ઉપરાંત અંગ્રેજી વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કરેલ હોય તેમણે તમામ સૂચનો અંગ્રેજી ભાષા આપ્યા હતા. જે તેમની સુંદર પહેલ હતી. આ બે દિવસ દરમ્યાન prayer,action songs, lesson, games, stories અને language activities કરવામાં આવી હતી.