ખેરગામ તાલુકાના પાટી પ્રાથમિક શાળા ખાતે તારીખ :03-08-2022 થી તારીખ -04-08-2022 દરમ્યાન વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમ યોજાઈ.

  




તારીખ :03-08-2022 થી તારીખ -04-08-2022 દરમ્યાન વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમ યોજાઈ હતી.

 ડાયટનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. શ્રી અમ્રતભાઈ પટેલ, પ્રજ્ઞા બી.આર.પી. શ્રીમતિ નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.શ્રીમતિ ટીનાબેન, હાજર રહ્યા હતા.

     આ  તાલીમ દરમ્યાન  BRC અમ્રતભાઈ પટેલ અને ડાયટનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ અને શ્રીમતી નિમિષાબેન  આહિર દ્વારા શાળા તત્પરતા અંગે  તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમના તજજ્ઞ મિત્રો શ્રી અમ્રતભાઈ પટેલ (કુમાર શાળા ખેરગામ) શ્રીમતિ અંજનાકુમારી પટેલ (પોમાપાળ પ્રા.શાળા ખેરગામ) અને તૃષાબેન પટેલ (ગૌરી પ્રાથમિક શાળા) દ્વારા બે દિવસના તાલીમ દરમ્યાન 10 સપ્તાહની  શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ, રમતો, બાળવાર્તાઓ, સર્જનાત્મક પ્રવૃત્તિઓનો ડેમો બતાવી દરેક તાલીમાર્થીઓને પ્રવૃત્તિ કરવવામાં આવી હતી.

   


                 જેમાં વિકાસલક્ષી ધ્યેયોમાં (૧) બાળકોમાં સારું સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવે (HEALTH AND WELLBEING અઘ્યયન નિષ્પત્તિ 3:1 થી 3:18) (૨) બાળકો અસરકારક પ્રત્યાયનકર્તા (EFECTIVE COMMUNICATION  અઘ્યયન નિષ્પત્તિ 3:1 થી 3:9) (૩) બાળકો સામેલ શીખનારા બને છે અને તેમના આસપાસના વાતાવરણ વસાથે જોડાય (INVOLVED LEARNER અઘ્યયન નિષ્પત્તિ 3:1 થી 3:30) અઘ્યયન નિષ્પત્તિનો સમાવેશ થયો હતો. 

આ તાલીમના બંને દિવસોમાં ડાયટનાં લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાનાં brc શ્રી અમ્રતભાઈ પટેલ અને ખેરગામ બી. આર.પી. શ્રીમતી નિમિષાબેન આહીરની નિગરાની હેઠળ સુપરવિઝન થયું હતું. 

 












 

































Post a Comment

Previous Post Next Post