પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ખાતે જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો.

  


આજ રોજ તારીખ ૨૩/૦૬/૨૦૨૨ના રોજ પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ખાતે જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં ગામનાં આગેવાનો, વાલીઓ, શાળાનાં બાળકો, એસ.એમ.સીના સભ્ય શ્રી શશીકાંત ભાઈ તથા અન્ય સભ્યો, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી રાકેશભાઈ હાજર રહ્યા હતા. 




 વાલી સભ્ય શ્રી શશીકાંતભાઈ દ્વારા ધોરણ -૧ના વિદ્યાર્થીઓને દફતર અને શૈક્ષણિક કીટનુ દાન કરવામાં આવ્યું.

ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી રાકેશભાઈ ડી. પટેલ દ્વારા ધોરણ ૩ થી ૫ માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર આવનાર વિદ્યાર્થીઓને દફતર આપી પ્રોત્સાહિત કર્યા.
 તમામ દાતાઓનું મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં જે.પી.પટેલ સાહેબશ્રી દ્વારા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. 
        તમામ દાતાઓનો શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે. 

YouTube video : Click here

Post a Comment

Previous Post Next Post