ઈટાલી અને એક શિક્ષક

 ઈટાલીનો‌ એક પ્રસંગ છે. ઈટાલીના‌ પાટનગર રોમમાં એક ઇટાલિયન વ્યક્તિ અત્યંત વ્યસ્તતાને કારણે સમયસર ટેક્સ ભરી શક્યા‌ નહોતા. એ કારણસર એમને કોર્ટમાં હાજર થવું પડ્યું. 

              ન્યાયાધીશે સમયસર ટેક્સ કેમ ન ભર્યો તેવો પ્રશ્ન પૂછ્યો. ઇટાલિયન નાગરિકે જવાબ આપ્યો : સર, 'હું એક શિક્ષક છું અને વ્યસ્તતાને કારણે સમયસર કર ભરવાનો મને સમય ના મળ્યો. મને માફ કરો'.

                  તેઓ વાત આગળ ચલાવે તે પહેલાં જ ન્યાયાધીશ બોલ્યા : આજે કોર્ટમાં એક શિક્ષક ઉપસ્થિત છે. આને કોર્ટમાં સામેની બેન્ચ પર બેઠેલા બધા જ લોકો ઊભા થઈ ગયા.‌ રોમના ન્યાયાધીશે તેમને કોર્ટમાં બોલાવવા બદલ માફી માંગી અને તેમની સામેનો કેસ કાઢી નાખ્યો. 

આવો હતો શિક્ષક પ્રત્યેનો આદર.  

આ સિવાય બીજી જાણવાં જેવી વાતો છે

(૧)  અમેરિકામાં બે જ પ્રકારના વ્યક્તિઓ વીઆઈપીનો દરજ્જો મળે છે: એક વૈજ્ઞાનિક અને બીજો શિક્ષક 

(૨)ફ્રાન્સની કોર્ટમાં ઉપસ્થિત લોકોમાંથી માત્ર શિક્ષકોને જ ખુરશીમાં બેસવાનો અધિકાર છે.

(૩) જાપાનમાં શિક્ષકને પકડવા પોલીસે સરકારની મંજૂરી લેવી પડે છે.

(૪) અમેરિકા અને  યુરોપિયન દેશોમાં પ્રાથમિક શિક્ષકોને સૌથી વધુ પગાર મળે છે. કારણ કે તેઓ નાના બાળકોને સારા નાગરિક બનાવવાનું કાર્ય કરે છે.


Post a Comment

Previous Post Next Post