પ્રજ્ઞા અભિગમ // પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અથવા પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન.
પ્રાથમિક ધોરણના બાળકો પ્રવૃત્તિ દ્વારા આનંદની સાથે જ્ઞાન મેળવે એટલે કે શીખે એવા ઉદ્દેશ્યની સાથે વર્ષ 2009-10 માં પ્રજ્ઞા પ્રોજેકટ શરૂ કરવામાં આવેલો. ધોરણ 1 અને 2 ના વિડયારથીઓ માટે શરૂઆતમાં આ એક પ્રોજેકટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો હતો. તેમાં સારી એવી સફળતા મળતા ધોરણ 3, 4 અને 5 સુધી આ પ્રોજેક્ટને ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારપછી પ્રજ્ઞા પ્રોજેક્ટને પ્રજ્ઞા અભિગમ તરીકે સ્વીકારવામાં આવ્યો. સમગ્ર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ મુજબ વર્ગકાર્ય થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.
Download : Click here
આ અભિગમની અંદર ધારી સફળતા ના મળતાં વર્ષ 2017-18 માં ફરીથી પ્રજ્ઞા અભિગમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા અને નવા ફેરફારો મુજબ ધોરણ 1 અને 2 માં જ આ અભિગમાં ચાલુ રાખવામાં આવ્યો અને ધોરણ 3,4 અને 5 માં બંધ કરી દેવામાં આવ્યો.
પ્રજ્ઞા અભિગમની કાર્યપ્રણાલી જોતાં તે એક આયોજનબધ્ધ વર્ગખંડ કાર્યને સુનિશ્ચિત કરે છે. તેમ છતાં તેની કેટલેક મર્યાદાઓ અને મુશ્કેલીઓના કારણે શિક્ષકો દ્વારા તેને નિષ્ફળ કહેવામાં આવ્યો. એટલે હવે આ અભિગમ નવા સુધારાની સાથે માત્ર ધોરણ 1 અને 2 માટે જ ચાલુ રાખવામા આવ્યો છે.
પ્રજ્ઞા અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય - "બાળકો પોતાની જાતે, પોતાની અનુકૂળતાએ અને પોતાની ક્ષમતા અનુસાર શીખે" તે રહેલો છે.
જોકે શિક્ષણમાં થતી વિવિધ સમસ્યાઓ નિવારવા માટે અને પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ) નો ઉદેશ્ય સાર્થક થાય તેવા હેતુથી આ અભીગમને અમલમા મુકવામા આવ્યો છે. જેથી કરીને વર્ગખંડમાં થતી દરેક પ્રવૃત્તિને બાળકો પોતાની જાતે અનુભવ કરીને રસપૂર્ણ શિક્ષણ મેળવી શકે.
Download : Click here
પ્રજ્ઞા અભિગમનો મુખ્ય હેતુ.
બાળકોને પોતાની જાતે અને અને ક્ષમતા મુજબ શીખવાની તક મળે.
બાળકોને જે તે પ્રવૃત્તિનો પ્રત્યક્ષ અનુભવ મળે.
શિક્ષક બાળકોની સાથે મળીને પ્રવૃત્તિ કરે જેથી બાળકોને ભળવાનો નહીં પણ રમવાનો આનંદ મળે.
પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રોજેકટ દ્વારા બાળકોને જાત અનુભવ મળે.
શિક્ષણ અને શાળાના હાવ (ડર) થી બાળકો દૂર રહે.
બાળકો જે કઈ શીખે તે પાકું શીખે. બાળકોને ભણતરનો ભાર ના લાગે.
પ્રજ્ઞા અભિગમ અને શાળા :
વર્ગખંડ : વર્ગખંડમાં જ્યારે બાળકો આવે ત્યારે તેમણે પ્રવૃત્તિનો આનંદ મળે. તેમણે ભણવા માટે મુક્ત વાતાવરણ મળે. અને તેમણે સ્ખિખવા માટે / પ્રવૃત્તિ કરવા માટે પૂરતું માટેરીયલ અને સાહિત્ય મળે. શીખવા માટેની સ્વતંત્રતા મળે.
વર્ગખંડ વ્યવસ્થા : એક સામાન્ય વર્ગખંડની જગ્યાએ ગુજરાતી/પર્યાવરણ નો એક વર્ગ અને ગણિત/સપ્તરંગી નો એક વર્ગ એમ બે અલગ અલગ વર્ગો મુજબ આયોજન કરવામાં આવે છે. શાળાના આયોજન મુજબ વારાફરથી બાળકો એક-બીજા રૂમમાં બેસે છે.
શિક્ષક માટે ટેબલ - ખુરશી વર્ગમાં રાખવામા આવતા નથી, શિક્ષક બાળકોની સાથે જ નીચે બેસે છે.
જૂથ રચના - ધોરણ-1 અને ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે કુલ 4 (ચાર) જૂથની રચના કરવામાં આવેલ છે. (નવા સુધારા મુજબ) જેમાં ચાર કલરના જૂથચાર્ટ લગાવવામાં આવે છે.
શિક્ષક સમર્થિત જૂથ : (ગુલાબી કલર)
સહપાઠી જૂથ (લીલો રંગ)
સ્વ-અદ્યયન જૂથ : (કથ્થાઇ કલર)
મૂલ્યાંકન જૂથ (વાદળી રંગ)
બેઠક વ્યવસ્થા : સામાન્ય રીતે વર્ગમાં બાળકોણી બેઠક વ્યવસ્થા અંગ્રેજી મૂળાક્ષર U અથવા C આકારની રાખવામા આવે છે. જ્યારે બાળકો જે તે જૂથકાર્ડ મુજબ બેસીને કામ કરે છે.
Download : Click here
Tags
PRAGNA ABHIGAM