શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં આજનાં દીપક સદાને માટે બુઝાઈ ગયા.

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં  ધોરણ-૮મા અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રજ્ઞેશ લાલજીભાઈ પટેલ તથા ધોરણ-૭મા અભ્યાસ કરતો દક્ષેશ વિનોદભાઈ પટેલ બંને  પોમાપાળના રહેવાસી હતાં. તારીખ: ૨૫-૦૨-૨૦૨૩ના શનિવારના દિને બપોર પછીના સમયમાં બંધાડ ફળિયા ખાતે આવેલ તળાવમાં ડૂબી જવાથી મોત થયા હતાં.

બંને દીકરાઓ ગરીબ પરિવારમાંથી આવતા હતાં. પ્રજ્ઞેશના પિતાજીનું અવસાન તે ધોરણ-૩મા હતો ત્યારે થયું હતું. તેમનાં કુટુંબમાં તેમના માતા અને એક  બહેન છે. જે કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની માતા મજૂરી કરી બંને ભાઈબહેનને ભણાવતી હતી. પ્રજ્ઞેશ ધોરણ-૧થી જ આ શાળામાં અભ્યાસ કરતો હતો. જે આ ચાલુ વર્ષે તે ધોરણ -૮મા અભ્યાસ કરતો હતો. 

જ્યારે દક્ષેશ ધોરણ-૧થી૫નો અભ્યાસ પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામમાં અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-૬મા આ શાળામાં એડમિશન લઈ આ ચાલુ વર્ષે તે ધોરણ -૭મા અભ્યાસ કરતો હતો.તેમના પરિવારમાં માતાપિતા અને એક નાની બહેન છે. તેમનાં માતાપિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. 

  તારીખ:૨૫-૦૨-૨૦૨૩નો દિવસ અમારી શાળા માટે કાળમુખો હતો, એવું કહીએ તો ખોટું નથી! કુદરતે બંને પરિવારનો માળો વેરવિખેર કરી નાંખ્યો. બંને પરિવારોનાં આક્રંદ જોઈ ભલભલાને હચમચાવી નાખે. જન્મથી લઈને આજ દિન સુધી કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરી મોટાં કર્યાં  તે તો તેમનાં માતાપિતાને જ ખબર હોય!  

આ દુઃખદ ઘટના અમારી શાળા માટે નાનીસૂની નથી! આ બંને દીકરાઓની સુમધુર યાદો કાયમ માટે શાળા સાથે જોડાયેલી રહેશે. તેમને ખેલતા કૂદતાં જોવાં માટે આંખો અને તેમનો મધુર સ્વર સાંભળવા માટે વર્ગખંડની દીવાલો પણ હવે કાયમ માટે અશક્તિમાન થઈ ગઈ છે! આ આઘાતજનક ઘટનામાંથી બહાર નીકળવું તેમના પરિવાર માટે ઘણું કઠીન છે‌. કુદરતને એજ પ્રાર્થના કે દુઃખ આપ્યું છે તો સહન કરવાની શક્તિ પણ પ્રદાન કરજે.

સ્વ.પ્રજ્ઞેશ પટેલ સાથેની  મીઠી મધુરી યાદો સાથે........
૨૨-૦૨-૨૦૨૩ના સમૂહભોજન વખતે 

11-02-2023ના દિને લેવાયેલ ફોટો 
       નવરાત્રી મહોત્સવ દરમ્યાનનો ફોટો  

સ્વ.દક્ષેશ પટેલની મીઠી મધુરી યાદો સાથે..........







બંધાડ ફળિયા તળાવ :  અહીં ક્લિક કરો.





Post a Comment

Previous Post Next Post