પપ્પુ : (મોટાઈમાં), મેં એક વિદ્યાર્થીને ૧૨૦૦૦ રુપિયાનો કેશિઓ વાજીંત્ર લઈ આપ્યું.
દુકાનદાર : કઈ ખુશીમાં?
પપ્પુ : એ તો સંગીત સ્પર્ધામાં નંબર આવ્યો એટલે!
દુકાનદાર : તમારાં પૈસાથી કે શાળાના પૈસાથી ?
પપ્પુ : (ઝટકાથી), મારા જ પૈસાથી ને? કેમ એવું પૂછવું પડ્યું ? મારી વાતમાં તમને કંઈ શંકા છે?
દુકાનદાર : (ખભે હાથ મૂકીને) ના ભાઈ! મને તમારા પર કોઈ શક નથી પણ............એ તો તમારો પ્રિન્સિપાલ કહેતો તો કે, ઘરનું સાઉન્ડ સિસ્ટમનુ ભાડું મારા પરથી વસુલે અને ટેમ્પાનું ભાડું બાળકો પાસેથી વસુલે એવું કીધું તું એટલે !
પપ્પુ : બિચારો, પપ્પુ શું બોલે ?😄😃😜🤪
____________________________________
પપ્પુ : મારી પાસે બંગલો છે, બંગલામાં એસી છે, ગાડી છે, સ્માર્ટ લાડી, સ્માર્ટ છોરાં છે! તારી પાસે શું છે? ઢબ્બુ?
ઢબ્બુ : (ધીમેથી) જેટલી સ્માર્ટ છે એ મારી મહેરબાનીથી છે.😄😄🤣
એકવાર પપ્પુને વિદાય સમારંભમાં અંગ્રેજીમાં સન્માન પત્ર વાંચવા માટે ભલામણ કરવામાં આવી,
માઈકમાં બે-ત્રણ ટકોરા મારી ચેક કરી, "ગુડ મોર્નિંગ એવરી બડી".
"મિસ કમિની(KAMINI) ઈઝ ગ્રેટ વુમેન. સી ઈઝ કુતે (cute) 😜🤪" આટલું બોલ્યાં ત્યાં સભામાં એકદમ સન્નાટો છવાઈ ગયો.
કામિનીબેન એકદમ ઉભાં થઇ પપ્પુને સટાક દઈ ને બે ત્રણ તમાચા ચોડી દીધા.😅😂🤣