ખેરગામ કુમાર શાળા ખાતે FLN અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ.

  


તારીખ 21-09-2022નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત FLN અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ હતી.  

   શ્રીમતી અર્પિત સાગર મેડમ (I.A.S.) જિલ્લા વિકાસ અધિકારી નવસારીના પ્રેરણાથી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર.એમ.ચૌધરી સાહેબના અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી ડૉ.વાય.કે. પટેલના માર્ગદર્શન હેઠળ FOUNDATIONAL LITERACY &NUMERACY MODULE તૈયાર કરવામાં આવ્યું છે. જેમનું સંપાદન ડૉ. પ્રકાશ એન.પટેલ સર અને શ્રી રાજેશ.એમ.પટેલ સર દ્વારા કરવામાં આવ્યું છે.

 નવસારી જિલ્લાના તમામ તાલુકામાં આ FLN મોડ્યુલ આધારિત પ્રિય બાળકોનું ઉપચારાત્મક કાર્ય કરવામાં આવશે.જે બાબતે ધોરણ ૧ અને ૨ ધોરણનાં શિક્ષકોને પ્રથમ તાલીમ આપવામાં આવી હતી. ધોરણ ૧ થી ૮નાં બાળકોમાં વાચન, લેખન અને ગણનમાં કચાશ હોય તેવા બાળકોનું વર્ગીકરણ કરી તેમનું અલગથી શિક્ષણ કાર્ય કરવા માટે ગાઇડલાઈન આપવામાં આવી હતી. તે અંતર્ગત તમામ શિક્ષકોના ગૃપ બનાવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી. જેમાં ગણિતના એકમ ૧ થી ૯ ને નવ તબક્કામાં ફળવામાં આવ્યા છે,તેમજ ગુજરાતી વિષયમાં એકમોને ૧ થી ૧૨ તબક્કામાં ફાળવવામાં આવ્યા છે. તે પ્રમાણે તમામ ગૃપને ગણિત અને ગુજરાતી વિષયમાં તબક્કા ફાળવી TLM નાં ઉપયોગ દ્વારા એકમોનું તાલીમાર્થી દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું. જરૂર પડ્યે વચ્ચે વચ્ચે શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ અને પ્રજ્ઞા બી.આર.પી.દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શ્રી રાજેશ પટેલ સાહેબના જણાવ્યા અનુસાર અધિકારીશ્રીઓની સરપ્રાઈઝ વિઝિટ દરમ્યાન આ FLN મોડ્યુલ આધારિત તબક્કાવાર કાર્ય થયેલ હોવું જોઈએ. આ મોડ્યુલને અનુસરી બાળકોને વિવિધ યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા વિશેષ પ્રવૃત્તિઓ કરાવી બાળકોને તૈયાર કરવાના રહેશે. તબક્કાને અંતે બાળકોના જ્ઞાનની ચકાસણી માટે ટેસ્ટ આપવામાં આવેલ છે જે બાળકોની વ્યક્તિગત નોટબુકમાં પેપરમાં લઈ તેનાં પુરાવા  શિક્ષક પાસે હાથવગા રાખવા જેવી બાબતોની જાણકારી આપવામાં આવી હતી.

 આ સમગ્ર દિવસ તાલીમ દરમ્યાન પ્રવૃત્તિના ફોટોગ્રાફ 



























Post a Comment

Previous Post Next Post