સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે ગુજરાત રાજ્ય સયુંક્ત કર્મચારી મહામંડળ પ્રેરિત યોજાયેલ મહારેલીમાં કર્મચારીઓની હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી.

 


તા.-૧૧-૦૯-૨૦૨૨નાં દિને માંડવી નગરપાલિકા ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પ્રેરિત મહારેલી યોજવામાં આવી.જેમાં દક્ષિણ ઝોનનાં ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,તાપી,ડાંગ જિલ્લાના કર્મચારીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેમાં જૂની પેન્શન ચાલુ કરવા બાબત અને અન્ય માંગણીઓ બાબતે કર્મચારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વાતાવરણના બફારામાં પણ બે - ત્રણ કિમી પગપાળા ચાલી કર્મચારીઓ જુસ્સાભેર સુત્રોચ્ચાર સાથે પ્રાંત ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું.  












Post a Comment

Previous Post Next Post