ખેરગામ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષકોની બાઈક રેલી યોજાઈ.

     




તારીખ 26-11-2 022નાં દિને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીનાં પરિપત્ર અનુસાર મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત માધ્યમિક અને પ્રાથમિક શિક્ષકોની બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાનાં અંદાજિત 60 જેટલા શિક્ષકો જોડાયા હતા. રેલીનું પ્રસ્થાન મામલતદારશ્રી ખેરગામ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો રૂટ મામલતદાર કચેરીથી શરૂ થઈ જનતા માધ્યમિક શાળા ( બિરસા મુંડા સર્કલ) થઈ ડૉ. બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈ દશેરા ટેકરી મહાત્મા ગાંધી સર્કલ , ખેરગામ મેઈન બજાર થઈ કુમાર શાળા પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.














Post a Comment

Previous Post Next Post