જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાઓનું અને ૨૦૨૨માં નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.

  

ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓના રાજકીય પક્ષોની ગરમાગરમ ડીબેટ અને વાતાવરણથી સાવ અલગ અને સમાજને હંમેશાં રચનાત્મક અને નવી કેડી કંડારનાર સંસ્થા એટલે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ દ્વારા આજે ધોડિયા સમાજના ઉપક્રમે વર્ષ ૨૦૨૨ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ-૧૨માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ઝળહળતી સિધ્ધિ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓ તથા ૨૦૨૨ના વર્ષ દરમિયાન નિવૃત થયેલા શિક્ષકોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ચાર કલાક આ કાર્યક્રમ ચાલુ રહ્યો હતો પરંતુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના મોં ઉપર થાક કે કંટાળો દેખાતો ન હતો. આ સમારોહ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, મુંબઈના નિવૃત મદદનીશ જનરલ મેનેજર શ્રી જેશીંગભાઈ પટેલ, તેમના અર્ધાંગિની સાથે, સમસ્ત ધોડિયા સમાજના પૂર્વ પ્રમુખ કલ્યાણજીભાઇ, શ્રી દિનેશભાઇ પટેલ,નિવૃત મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી, સુરત (હાલ ખેરગામ), શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રી રાજુભાઇ પટેલ તથા શિક્ષણ વિભાગના જીલ્લા, તાલુકા કક્ષાના સમાજના જ અધિકારી/કર્મચારીઓ અને શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 

     આજના કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થતું હોય તેમાં ઉપસ્થિત રહેવાનો પણ અનેરો લ્હાવો કહેવાય. 

    આ સમારંભમાં કેટલીક વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ એવી પણ હતી જેઓ આદર્શ નિવાસી શાળાઓ કે એકલવ્ય મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરીને કોઈપણ પ્રકારના ટ્યુશન વગર ઝળહળતી સિધ્ધિ મેળવી અને તેઓ તમામ ધારણા પ્રમાણે જ તેમની પસંદગી પ્રમાણેની મેડીકલ કૉલેજો/ઈજનેરી કૉલેજોમાં પ્રવેશ મેળવી ચુકી છે ત્યારે એક વખત ફરીથી શિક્ષણ જ સમાજના સાચા વિકાસનો ધોરીમાર્ગ છે તે વાતને સાચી ઠરાવે છે. 

    આ તમામ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી નિર્ધારિત મુકામે પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવવી જ રહી. 

-. જય આદિવાસી. 

- જોહાર












YouTube video 


Post a Comment

Previous Post Next Post