"મારું ગામ શિક્ષિત ગામ"કહેવત તો ઘણી સાંભળી પરંતુ નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના કાકડવેલ ગામના અગ્રણીઓ અને યુવાનો દ્વારા ખરા અર્થમાં સાર્થક કરી બતાવી. આજે ૭૬ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ડૉ. બી આર આંબેડકર પુસ્તકાલય નું લોકાર્પણ કરી અને ગામનો દરેક વિદ્યાર્થી ભણી ગણી ને શિક્ષિત થાય એવી પહેલ શરૂ કરવામાં આવી. આ પ્રસંગે પ્રો. નિરલ પટેલને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવતા તેમણે હાજરી આપી હતી. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.
સ્પર્ધાત્મક પરીક્ષાના ૭૫ જેટલા પુસ્તકો પુસ્તકાલય માટે ભેટ આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ધનવાન માતા પિતા ના દીકરા/ દીકરીઓને સારું કોચિંગ અને જોઈએ એ બધા પુસ્તકો મળી જ જતા હોય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આર્થીક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે કે જ્યા પુસ્તકો કે કોચિંગ તો દૂર ની વાત પરંતુ બે ટંક ખાવાના સાંસા પડતા હોય એમના માટે ખૂબ જ સરાહનીય કાર્ય ગણી શકાય.
દરેક ગામ આ રીતે પહેલ વૃત્તિ રાખે તો પ્રો. નિરલ પટેલના મતે ભારત દેશ ની અંદર કોઈ શિક્ષણ વિનાનું ન રહે. આ પ્રસંગે પ્રો. નિરલ પટેલની સાથે ગાંધી કોલેજ સુરત ના વ્યાખ્યાતા તરુણ સર,ગામના મુખ્ય શિક્ષક શ્રીમતી ભારતીબેન તેમજ ગામના પ્રથમ નાગરિક નટુભાઈ, નિલેશભાઈ, રણજીતભાઇ તેમજ ગામના અન્ય અગ્રણીઓ હાજર રહી યુવાનો ઉત્સાહ વધાર્યો હતો. ગામના લોકોએ કરેલી આ પહેલ બદલ પ્રો. નિરલ પટેલે એમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વિદ્યાદાન સેવા કાર્ય માટે પ્રો. નિરલ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ🙏🙏🙏