ચીમનપાડા પ્રાથમિક શાળા ખાતે ફાયર સેફ્ટિનું મોકડ્રીલ કરવામાં આવ્યું.જેમાં બાળકોની વયકક્ષા ધ્યાનમાં રાખીને શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું. દર વર્ષે ફાયર સેફ્ટીના બોટલનુ રીફિલિંગ કરાવવાનું હોય, તે સમયે આ રીતે શાળામાં દર વર્ષે આ રીતે મોકડ્રીલ યોજવામાં આવતું હોય છે. જેની માહિતી શાળાના મુખ્ય શિક્ષક શ્રી ધર્મેશભાઈ દેવાણી દ્વારા આપવામાં આવી હતી.