તા ૧૫-૦૮-૨૦૨૨નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં ૭૬માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

  તા ૧૫-૦૮-૨૦૨૨નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં ૭૬માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો,વાલીઓ, SMC નાં સભ્યો શાળાના બાળકો અને શિક્ષકો હાજર રહ્યા હતા. આજના શુભ અવસર પર શાળાની દીકરી કુમારી ખુશી ભૂપતભાઈ પટેલને "તિરંગા વિકાસ યાત્રા" સ્પર્ધામાં નવસારી જિલ્લા કક્ષાએ તૃતિય ક્રમ પ્રાપ્ત કરવા બદલ શાળાના SMCનાં શિક્ષણવિદ્ શ્રી શંકરભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 દિવસે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૭૬મો સ્વાતંત્ર્ય દિનની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વર્ષ અમૃતમહોત્સવ તરકે ઉજવાયું હતું. દેશભરમાં આ સ્વાતંત્ર્ય દિન સંપૂર્ણ તિરંગામય બન્યો. આ વર્ષે શૈક્ષિણક સંસ્થાઓ અને સરકારી કચેરી સિવાય પણ દરેકના ઘરે  તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો. દરેક સ્થળોએ તિરંગા રેલીઓ કાઢવામાં આવી હતી. જેમાં દરેક સમાજના નાતજાતના ભેદભાવ વિના સંપૂર્ણ દેશદાઝ સાથે આ કાર્યક્રમમાં લોકો જોડાયા હતા.














૧૪ અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસના ગુજરાતમિત્ર વર્તમાનપત્રનાં અહેવાલ



Post a Comment

Previous Post Next Post