24 ઓગષ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ચીમપાડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈ એમ. દેવાણી ,એસ.એમ.સી.અધ્યક્ષ, શાળાના શિક્ષકોઅને બાળકોની ઉપસ્થિતિમાં પ્રથમ પ્રાર્થના,કાવ્યગાનસ, સમૂહગાન,વિદ્યાર્થીની દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિન ઉજવણી અંતર્ગત વક્તવ્ય,નિબંધ લેખન, મૌલિક વાર્તા લેખન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.ત્યારબાદ ભાષા શિક્ષક શ્રી દિવ્યેશકુમાર સી.પટેલ દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિન અંગે જાણકારી આપવામાં આવી.અને અંતે આચાર્ય શ્રી ધર્મેશભાઈ એમ. દેવાણી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.