વિલાસપુર ના કલેક્ટર ડો.સંજય અલંગનું માનવતાભર્યું પગલું.

 

વિલાસપુર ના કલેક્ટર ડો.સંજય અલંગ કેન્દ્રીય જેલમાં ગયા તો તેની નજર એક 6 વર્ષની છોકરી ઉપર ગઈ તેણે તરતજ જેલરની કહ્યું કે આ કોણ છોકરી છે...? અને જેલમાં શું કરે છે...?

તો જેલરે કહ્યું આ છોકરી ના પિતા અહીં  કોઈ ગુનાની સજા ભોગવી રહયાં છે તેની સાથે રહે છે કેમકે તેની માં નું  છોકરી 15 દિવસ ની થઈ ત્યારે જ અવસાન થયું હતું અને હાલ એમના પિતા સિવાય છોકરી નું  આ દુનિયામાં બીજું કોઈ જ નથી.


 એટલે તે તેના પિતા સાથે જેલમાં રહે છે, આ વાત સાંભળીને ભીની આંખે તરત કલેક્ટર સાહેબે તેને વ્હાલ થી તેડી ને પોતાની કારમાં બેસાડી ને જૈન ઇન્ટનેશનલ સ્કૂલમાં  ભણવા માટે દાખલ કરી અને તમામ ખર્ચ ભણવાનો કલેક્ટર સાહેબ આપશે.

ખુબ જ સમજવા જેવી અને એક સાચી હકીકત છે આ.....

સમૃદ્ધ ભારત તરફ નું  આ એક જરૂરી પ્રથમ પગલું છે...

Post a Comment

Previous Post Next Post