નમસ્તે સાહેબ...
ગઈ કાલે NMMS નુ પરિણામ આવ્યુ , અરવલ્લી જિલ્લામા નવી શાળાઓનો NMMS મેરીટ યાદીમા પ્રવેશ થયો તે GIET ની સંધાન શ્રેણીની જ સફળતા છે.. એથી ય વિશેષ એક વાત કરવા માટે મેસેજ કર્યો છે અને તે એ છે કે આજથી લગભગ એક વર્ષ અગાઉ આપે અરવલ્લી જિલ્લાની વરથુ પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલ તેના એક શિક્ષક શ્રી કલ્પેશ પટેલ ને આપશ્રીએ આપેલ માર્ગદર્શન અને સ્નેહ આપેલ જેના કારણે તે સમયે આપને ખાતરી આપેલ કે હુ અરવલ્લી જિલ્લામા પ્રથમ નંબર લવડાવીને બતાવી અને ગત વર્ષે અરવલ્લીમા પ્રથમ નંબર વરથુ પ્રાથમિક શાળાનો હતો, આપની એ જ પ્રેરણા આ વર્ષે પણ કામ લાગી અને આ વર્ષે એક એવો બાળક મોડાસા તાલુકામા પ્રથમ અને અરવલ્લીમા ત્રીજા નંબરે આવ્યો કે જે જિવનમા ખૂબ સંઘર્ષ કરી રહ્યો છે, આજ એ સફળતાનો શ્રેય શિક્ષક શ્રી આપને આપે છે,
વેદ રમેશભાઈ પ્રણામી નામનો આ દિકરો એક એવી ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે કે જેમા તેના શરીરના તમામ સ્નાયુઓ ધીમે ધીમે કામ કરવાનુ બંધ કરે છે. આ વેદ શાળામા પહેલા ધોરણમા પ્રવેશ મેળવ્યો ત્યારે દોડતો કુદતો આવતો ધોરણ પાંચ પછી ધીમે ધીમે તેને ચાલવાનુ બંધ થયુ અને આજે જ્યારે NMMS પરીક્ષા આપી ત્યારે તે સંપૂર્ણ વીલચેર પર અને તેના હાથ અને આગળીઓ ની મૂવમેન્ટ પણ સીમિત થઈ અને છતા તે પરીક્ષામા તાલુકામા પ્રથમ અને જિલ્લામા તૃતીય સ્થાન સાથે મેરીટમા સ્થાન પામે છે . સાહેબ હુ એક વિધ્યાવાહક છુ પણ આપની એક પ્રેરણા શિક્ષક ને કેટલા એક્ટીવ કરે છે તે મે નજરે જોયુ, વેદ ખૂબ હોંશિયાર છે, ડોક્ટરોના મતે તેનુ ભવિષ્ય બહુ લાંબુ નહી હોય , પરીવારમા બે દિકરા છે અને બન્નેની આ હાલત છે ,પરીવાર ખૂબ ગરીબ છે, માંડ બે ટંક ભોજનની વ્યવસ્થા વારા આ પરીવાર ને જ્યારે વેદની સફળતાના સમાચાર મળ્યા ત્યારે વેદની મા ખૂબ રાજી થતા બોલ્યા કે -"મારે વેદના સાહેબ માટે જોડી કપડા લાવી ઓઢાડવા છે" સાહેબ દરિદ્ર નારાયણના શબ્દો સાંભળી મન ભરાઈ આવ્યુ મને વેદના સાહેબ માટે તો માન થયુ.. અને એ શિક્ષક ની પ્રેરણા મૂર્તિ સમા આપને વેદ અને તેના પરિવાર ના અદ્રશ્ય આશીર્વાદ મળ્યા તેનો આનંદ થયો.
અમારા સદાના માર્ગદર્શન જલુ સર ને વંદન
(વેદ ના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પ્રાર્થના સહ..)
આપનો
મુકેશભાઈ એચ પટેલ
વિદ્યાવાહક ધનસુરા
અરવલ્લી
ગુજરાતના તમામ શિક્ષકોના આશીર્વાદ તેમની સાથે છે. તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામના.
વિદ્યાવાહક ખેરગામ