#સત્ય_ઘટના.
આજથી 300 વર્ષ પહેલાં એટલ કે 1730 માં જોધપુરના મહારાજા અભયસિંહ એ નવો મહેલ બનાવવા માટે મોટા પ્રમાણમાં લાકડા ની જરૂરિયાત ઊભી થઈ એટલે જોધપુર નજીક આવેલ ખેજડલી ગામના કથીયારાઓ સાથે રાજાના સૈનિકો લાકડા કાપવા ઉતરી પડ્યા.
આ ગામમાં બિશનોઈ પરિવારો રહેતા હતા. આ બિશનોઇ પરિવારો ને કુદરત સાથે ખુબ જ લગાવ અને જોડાણ છે જે આજ પણ બધાને સલમાનખાન નાં કાળિયાર શિકાર બાબતે જાણ છે.
આમાંથી એક બિશનોઇ પરિવારની મહિલા અમૃતાદેવીએ ઝાડ કાપવાનો વિરોધ કર્યો અને કહ્યું કે ઝાડ અમારી અમાનત છે તે કાપી ન શકો. જોતજોતામાં આખા ગામની વહુ,દિકરિયું,યુવાનો, વૃધ્ધો સૌ અમૃતાદેવી સાથે આવી ગયા અને એક એક ઝાડ ને ભેટી ને ઉભા રહી ગયા.
રાજાના સૈનિકો ની ગુસ્સો સાતમા આસમાને પોચી ગયો અને સૌથી પહેલા અમૃતાદેવિ પર તલવારના ઘા માર્યા અને તેમને મારી નાખ્યાં. ત્યાર બાદ તેમને ઝાડને ભેટી ને ઉભેલ અમૃતાદેવી ની ત્રણ દીકરીઓ આસુ, રત્ની અને ભાગુ ને તલવાર મારી ને મોતના ઘાટ ઉતારી દીધી . આ હત્યાકાંડ થી બિષનોઈ પરિવારો કાંપી ગયા પણ ડર્યા નહિ. સૌ જે નજીકના ઝાડ હતા તેમને વળગી ને ઉભા રહી ગયા અને જોતજોતામાં સૈનિકોએ 363 બિષનોઇ લોકોને મારી નાખ્યા.
ઝાડને બચાવવા 363 લોકોએ એક જ જગ્યાએ બલિદાન આપ્યું હોઈ તે આ દુનિયાની પ્રથમ ઘટના હતી.
હકીકતે આ દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ તો આવા સાચા હીરોને શ્રદ્ધાંજલિ આપી ગણાય.