જોક્સ જંકશન

 



ગપ્પુડાની ધૂલાઈ થતી રહી ગઈ!!!!     

                         એકવાર ગપ્પૂડો શિક્ષકો સાથે ગાંધીનગરના પ્રવાસે જાય છે.(આખી બસમાં એની વાત સાંભળનારું કોઈ નહીં).   

       ત્યારે  બસમાં ટાઇમપાસ માટે ડ્રાઈવર પાસે બેસે છે. ગપ્પુડો ડ્રાઈવર આગળ મોટી મોટી બડાઈ મારે છે.

 ગપ્પુડો : ડ્રાઇવર તારે નાસ્તા માટે xxxની હોટલ પાસે ગાડી ઉભી રાખવી નહીં એ કોમ નોનવેજ વાપરનારી જાત (જેવા જાતીવિષયક અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી રહ્યો હતો.) ને અમે રહ્યા ધર્મવાળા અમને પાપ લાગે. ડ્રાઈવર  બધું સાંભળ્યે જતો હતો.   વાહનની સ્પીડની વધઘટ પરથી તેનો પિત્તો જતો હતો એવું લાગી રહ્યું હતું.  

  ડ્રાઈવર :ભાઈ તું શું બોલે છે તેનું તને ભાન છે? એ તો શિક્ષકોને લીધે તને જવા દઉં છું. તું જે કોમને ગાળો ભાંડે છે તે જ કોમનો હું છું! તેવામાં એક શિક્ષક આવીને ડ્રાઈવરને સમજાવે છે.અને ગપ્પુડાને પાછળની સીટ મોકલી આપે છે.

ડ્રાઈવર : (ગુસ્સામાં) આ માણસની માનસિકતા કેવી છે? જે અમારી કોમ વિશે જાતિવિષયક ગમે તેવી ટિપ્પણી કરે છે. 

શિક્ષક : ભાઈ,જવા દે ને. પીસ ડીફોલ્ટવાળો છે.  

 તેવામાં તરત 

ગપ્પુડાનો મિત્ર ભૂરિયો : આખેઆખી કંપની જ ડીફોલ્ટર છે!!!😨😱🤣🤣

******************************************************************

ઢબ્બુડો : પપ્પુ,આજે કેમ પ્રાર્થના સંમેલન આટલું જલ્દી પૂરું કરી દીધું ?

પપ્પુ : આજે સાહેબ સમયસર આવી ગયા ને એટલે !!!!!😀😀

******************************************************************

શિક્ષક : ચાલ પપ્પુ, 'ભદ્રમંભદ્ર' નો અર્થ સમજાવ જો....  

પપ્પુ : હું અભદ્ર ભાષાનો ઉપયોગ કરું. મારી પત્ની ભદ્ર ભાષાનો ઉપયોગ કરે, અને મારા બાળકો 'ભદ્રમંભદ્ર' ભાષાનો ઉપયોગ કરે!!

શિક્ષક : શાબાશ, પપ્પુ તું પાસ!! 😱 😅😂🤣

******************************************************************

પપ્પુ : આ અરીસાની શું ગેરન્ટી છે? 

ઢબ્બુડો : તમે આ અરીસાને 30મા માળેથી નીચે ફેકો, આ અરીસો 29 માળ સુધી પણ તૂટશે નહીં.    

પપ્પુ : વાહ! સરસ. પેક કરી દો.

******************************************************************

પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?

પપ્પુ : હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છુ. 

******************************************************************

ગામની શાળામાં..

પ્રતિજ્ઞાપત્રનું  છેલ્લું વાક્ય "તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારૂં સુખ રહ્યું છે." જે વાક્ય પૂરું થાય ત્યાં જ ગામવાળાને ખબર પડે કે હવે આપણાં બાર વાગી ગયા !!! 

***"**************************************************************

પપ્પુની પત્ની- (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરે આવે છે.

બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે.

 પપ્પુની પત્ની : પણ, ક્‌યારે ધમકાવું? જ્‌યારે હું ઘરે પહોંચું છું, ત્યાુરે તે સુતા હોય છે!!

******************************************************************

પપ્પુ- (પત્નીને) મેં રાત્રે સપનુ જોયુ.

પત્ની - શું જોયુ? 

પપ્પુ - કે તુ પ્રેમ કરી રહી છે.

પત્ની - કોને ?

પપ્પુ - એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.

******************************************************************

પપ્પુ : 'તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.'

પત્ની : 'તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?'

પપ્પુ : 'હા, પણ નકલી મોટરકાર મળી નહીં.'

******************************************************************

પતિ -હવે તમે ઝગડો બંધ કરો...હું શાંતિ સાથે રહેવા માંગુ છુ.

પત્ની-તમે  રહો શાંતિ સાથે.... હું રમણ સાથે રહેવા માંગુ છુ.

******************************************************************

પપ્પુ:- બોલતા બોલતા આપણા લગ્નના ત્રીસ વર્ષ પુરા થઈ ગયા નઈ...!

પત્નિ :- બોલતા બોલતા તારે થયાં છે... મારે તો સાંભળતા સાંભળતા થયાં છે...!!

******************************************************************

દેવલો: પપ્પુ મારે તમને એક વાત કહેવી છે.

પપ્પુ : બોલ શું કહેવુ છે?

દેવલો : પપ્પુ મારે ફેસબુકમાં 15 ફેક આઈડી છે.

પપ્પુ : તો હરામખોર મને શું કામ એ બધુ કહે છે?

દેવલો : તમે 10 દિવસથી જે દીપા ભાભીને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરો છો પણ ફોન ઉપાડતાં નથી એ હું જ છુ.

******************************************************************

ભૂરા ને નોકરી માંથી કાઢી નાખ્યો

તો ભૂરો રોજ એના બોસના ઘરની આગળ

છી કરીને ચાલ્યો જાય

એક દિવસ બોસે એને પકડી લીધો અને

પૂછ્યુ, આ શું નાટક છે? 

ભૂરોઃ બતાવવા માંગુ છું કે

તારી નોકરી વગર હું કંઈ ભૂખ્યો નથી મરતો!! 😱😅😂🤣

******************************************************************


ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી..


જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ?🥺

કેદીઓ દિવાલ કૂદી ને ભાગી જાય છે? 🤔


જેલર : ના ભાઈ ના..

આ તો ગામવાળા અંદર આવીને જમી જાય છે.

😰 😂😂😛😛

******************************************************************

પતિ-પત્નીની રાત્રે ફરવા નીકળ્યાં, ત્યાં રસ્તામાં ચૂડેલ મળી ગઈ.

પતિ-પત્નીની ઉંમર 60 વર્ષ હતી.

ચૂડેલ: ચાલો આજે હું બહુ ખુશ છું. હું તમારા બંન્નેની એક-એક ઈચ્છા પૂરી કરીસ…

પત્ની: હું મારી સાથે મારા પતિને આખી દુનિયા ફેરવવા માંગુ છું….

ચૂડેલે ચપટી વગાડતાં તેના હાથમાં વલ્ડઁ ટુર ની બે ટિકેટ્સ આપી દીધી….

હવે પતિનો વારો:

પતિ: હું ઇચ્છું છું કે મને મારાથી 30 વર્ષ નાની પત્ની મળે.

ચૂડેલે ચપટી વગાડી અને પતિને 90 વર્ષનો બનાવી દીધો…..

પુરૂષે એટલું તો યાદ રાખવું જોઇએ ને કે, ચૂડેલ પણ આખરે તો સ્ત્રી જ છે‼️

🤪😜😝😅🤣😂

******************************************************************


(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)


ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?

પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!


પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું


😂😜😂😂😜😂

******************************************************************

                 ગપ્પુડો એક શોરુમ પાસેથી પસાર થાય છે. તેવામાં એક નજરમાં જ મોડેલ ગમી ગયું. મનોમન નક્કી કરી નાખ્યું કે લેવું તો આ જ મોડેલ લેવું. મોડેલનો ફોટો પાડી કાયમ પોકેટમાં જીવની જેમ સાચવીને રાખે. એક દિવસ ગપ્પુડાના મેડમ કાશીબેન રસ્તામાં મળી ગયા... 

ગપ્પુડો : બેન નમસ્કાર, (ફોટો કાઢી બેનને બતાવીને) બેન આ મોડેલ કેવું લાગ્યું ?  ખરીદી લઉં ?

 કાશીબેન : સરસ છે.  ખરીદી લે. મોડેલ જોઈને લોકોને ઈર્ષા આવશે એવું મોડેલ છે. ભાઈ ગપ્પુડા તારું મોડેલ છે તો જોરદાર!!!! 

              પછી ગપ્પુડો હરખપદુડો થઈ જ્યાં જ્યાં જાય ત્યાં બધાને પરાણે પણ બતાવ્યે રાખે. થોડા સમય પછી, ઘરની મંજૂરીથી મોડેલ ખરીદી લીધું.

               થોડાં વર્ષો બાદ ગપ્પુડાની બેદરકારીથી મોડેલમાં ચમક દેખાવી જોઈએ તે દેખાતી નહોતી. એટલે ગપ્પુડાએ મોડેલમાં રસ રહ્યો નહી. અને બદલી કાઢ્યું. બે વર્ષ પછી એક દિવસ અચાનક કાશીબેન  સાથે ફરી ભેટો થઈ ગયો.  બીજા મોડેલ જોડે  જોઈને કાશીબેનને નવાઈ લાગી.

કાશીબેન : ગપ્પુડા, આ ડબ્બામાં ક્યારથી સવારી કરે છે?  આગળનાં મોડેલમાં શું ખામી હતી ? બીજું કોઈ નવું મોડલ મળ્યું નહીં તે આ ઉંચકી લાવ્યો તે!!!

ગપ્પુડો : બેન જવા દે વાત !  તમને શું કહું ? નવા મોડેલનું બેલેન્સ ખોટકાઈ ગયું હતું.ઘણી ગેરેજમાં ફર્યો પણ થાળે પડ્યું નહીં. . 

કાશીબેન : પણ, પસંદ કર્યો તો ડબ્બો જ કેમ ?

ગપ્પુડો : બધાં શોરુમ વાળા પાસે આંટા ફેરા કર્યા પણ કોઈએ ઉભો ન રાખ્યો!!!શોરુમ વાળા પણ જબરા ! ઘણાં શોરુમ પર ફર્યો પણ  ડિફેકટીવ પીસ  પહેલા બતાવે  એટલે  કંટાળિયો તેથી.........

             પછી એક ભાઈએ બે અલગ  ગાડીના પાર્ટસથી બનેલ એક મોડીફાઈ મોડેલ બતાવ્યું. પસંદ તો નહોતું પણ મારાં નસીબમાં આ જ હશે એમ માની ચલાવી રહ્યો છું. 

કાશીબેન : ભાઈ ગપ્પૂડા, જોયું ને  હરખપદુડા થઈ ઠેકડા મારવાનું પરિણામ ? 😀😂😭

******************************************************************

ટપ્પૂડાની તેલ માલીશ થતી રહી ગઈ!!!

ટપ્પુડાએ ઘર પાસે ગાડી વાળવા સિગ્નલ આપ્યું. તે વળી શું થયું તે રસ્તામાં ચાલુ ગાડીએ દરવાજો ખોલતાં દરવાજામાં મોટરસાયકલવાળો ભટકાયો. મોટસાયકલનો ગાર્ડ, આગળની બંને સિગ્નલ લાઈટ, પંખો વગેરેનું નુકશાન થયું.

વાહનચાલક : ભાઈ રસ્તામાં તે કાંઈ દરવાજો ખોલાતો હશે! ગાડી સાઈટ પર ઊભી કરીને ખોલ્યો હોત તો શું વાંધો હતો?

ટપ્પુડો : (ગરમ મિજાજમાં)  તારે ધ્યાન રાખવું જોઈએ ને ? રસ્તો મારો છે. હું રસ્તામાં દરવાજો ખોલું કે સાઈટ પર તારા બાપાનું શું જાય છે ? 

વાહનચાલક : આ જે નુકશાન થયું તેનું શું ?

ટપ્પુડો : (ગુમાનમાં) ભણ્યો હોય તો લાયસન્સ હશે ને ? કે એમ જ !!!  નુકશાની જોઈતી હોય તો પોલીસ સ્ટેશનમાં જા FRI કર.મારી ગાડીનો ફૂલ વીમો છે. વીમાવાળા રકમ ચૂકવી દેશે.

  ગરમાગરમ બોલાચાલી ચાલતી હતી તેવામાં આજુબાજુના લોકો ભેગા થઈ જાય છે. ભેગા થયેલા બધાં જ ટપ્પુડાથી પરેશાન હતા.બધા લાગ જોઈને જ બેઠા હતાં. અત્યાર સુધીમાં ટપ્પુડાએ ખોટેખોટા કેસમાં ઘણાંબધાને ફસાવ્યા હતા. ટપ્પુડાને ખબર પડી ગઈ કે આજે એ લોકો આગળપાછળ નું બધું વસૂલ કરી લેશે. 

ઝડપથી ઘરમાં ગાડી પાર્કિંગ કરી છૂમંતર!!!!

Post a Comment

Previous Post Next Post